ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર: કુખ્યાત વિકાસ દુબેનો કિલ્લો ધરાશાયી થયો - કાનપુર ન્યૂઝ

કાનપુરના થાણે ચૌબેપુર વિસ્તાર હેઠળના બગરૂ ગામમાં પોલીસે મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેનું મકાન તોડી પાડ્યું છે, કિલ્લાનો સંપૂર્ણ નાશ કર્યો હતો અને મકાનમાં લક્ઝરી વાહનોને પણ ડિમોલિશનની કાર્યવાહીમાં કચ્ચરઘાણ કરાયા હતા.

વિકાસ દુબે
વિકાસ દુબે

By

Published : Jul 4, 2020, 4:32 PM IST

કાનપુર: કાનપુરના થાણે ચૌબેપુર વિસ્તાર હેઠળના બગરૂ ગામમાં પોલીસે મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેનું મકાન તોડી પાડ્યું છે, કિલ્લાનો સંપૂર્ણ નાશ કર્યો હતો અને મકાનમાં લક્ઝરી વાહનોને પણ ડિમોલિશનની કાર્યવાહીમાં કચ્ચરઘાણ કરાયા હતા.

કાનપુરમાં વિકાસ દુબે અને તેના સાથીઓએ 8 પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરી, ત્યારથી પોલીસ વહીવટીતંત્ર કોઈ પ્રકારનો ભોગ બનવા તૈયાર નથી.

અનેક આકરા પગલા ભરવાની સૂચનાઓ રાજ્ય સરકાર અને રાજ્યના પોલીસ વડાને પણ મળી છે. જેને લઇને જેસીબી આજે સવારથી જ વિકાસ દુબેના મકાનને તોડી પાડવામાં વ્યસ્ત હતું. જેને લઇને ગામલોકોમાં પણ ગભરાટનું વાતાવરણ છે, કોઈએ ઘરમાંથી બહાર આવી રહ્યા નથી અને આખા ગામમાં ફક્ત ખાખી(પોલીસ) જ દેખાય છે.

આ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર વિકાસ દુબેની શોધમાં એસટીએફ સહિત 22 ટીમો રોકાયેલી છે, વિકાસ દુબે પર 50000 નું ઇનામ જાહેર કરાયું છે.

પોલીસ કર્મચારીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એમ પણ સામે આવ્યું છે કે, સી.ઓ. દેવેન્દ્ર મિશ્રાના માથે ગોળી વાગી છે યસ અને દરોગાને પણ નજીકથી ગોળી વાગી છે, જ્યારે ચાર સૈનિકોને દૂરથી ગોળી વાગી છે, જે બુલેટ શરીરના આર પાર ગઇ છે.

સૌથી વધુ પાંચ ગોળીઓ અનૂપ કુમારને લાગી હતી, ત્યારબાદ પોલીસે વિકાસ દુબે સહિત 35 લોકોની ધરપકડ કરી હતી અને કેસ દાખલ કર્યો છે જેમાં હત્યા લૂંટ, સી એલ એ સહિત સરકારી કામમાં અવરોધ ઉભો કરવા જેવી અન્ય કલમોમાં કેસ દાખલ કરોયો છે.

ABOUT THE AUTHOR

...view details