પ્રાપ્ત વિગતો મુજબ, સમગ્ર ઘટના 5 અને 6 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન થઈ હતી. ફરીયાદી અકબર અબ્બાસ શેખ ડોંગરી માર્કેટમાં બટાકા- ડુંગળીનું વેચાણ કરે છે. તેમણે ગોડાઉનમાં ડુંગળી અને બટાકાની ગુણી રાખી હતી. તેવી જ રીતે ઈરફાન શેખે પણ બટાકા-ડુંગળીની ગુણીને ગોડાઉનમાં રાખી હતી.
મુંબઈમાં ડુંગળીની ચોરી કરનાર 2 'ડુંગળી ચોર'ની પોલીસે કરી ધરપકડ - ડોંગરી માર્કેટ
મુંબઈ: એક તરફ દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતા ત્રસ્ત બની છે. ત્યારે મુંબઈ નગરીના ડોંગરી માર્કેટમાં બે દુકાનમાંથી 112 તેમજ 56 કિલો ડુંગળીની ચોરી થઈ હતી. જેમાં પોલીસને જાણ કરતા ડુંગળી ચોરનાર 2 ડુંગળી ચોરને પોલીસે ઝડપી પાડ્યા હતા.
mumbai
જ્યારબાદ અકબર અબ્બાસ શેખની દુકાનમાંથી 22 ડુંગળીની ગુણ હતી. જેમાંથી 2 ગુણની ચોરી થઈ હતી. આવું જ કંઇક ઇરફાન શેખની દુકાનમાં થયું હતું. તેની દુકાનમાંથી ડુંગળીની 56 કિલોની 1 ગુણીની ચોરી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર કેસમાં 120 રૂપિયા પ્રતિ કિલો એટલે કે 21,160 રૂપિયાની ડુંગળીની ચોરી થઈ છે. ઘટના મામલે ડોંગરી પોલીસ સ્ટેશનમાં કલમ 37 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ ચોરી કરનાર બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.