મુંબઈ: ભારતીય નૌસેનાના 21 કર્મીઓ કોરોના વાઇરસથી સંક્રમિત જણાયા છે. આ કર્મીઓમાં IANS આંગ્રેના 20 નાવિકનો પણ સમાવેશ છે. નૌસેનાના આધિકારીક સુત્રોએ જણાવ્યું કે, સંક્રમિત મળેલા કર્મીઓમાં મોટા ભાગના સાત એપ્રિલે પોઝિટિવ આવેલા એક કર્મીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે.
ભારતીય નૌસેનાના 21 જવાનોને કોરોના પોઝિટિવ - 21 Indian Navy men test coronavirus positive
7 એપ્રિલે પોઝિટિવ આવેલા એક કર્મીના સંપર્કમાં આવેલા નૌસેનાના અન્ય 21 કર્મીઓને પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોના વાઇરસ માટે થનારા પ્રાથમિક પરીક્ષણ બાદ તમામ બ્લોકને બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પણ જરુરી પગલા લેવામાં આવ્યા છે. જોકે, પ્રોટોકોલ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જહાજ અને સબમરીનમાં સંક્રમણના કોઇ કેસ સામે આવ્યા નથી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે તમામ નૌસેન્ય કેન્દ્રો પર સાવચેતીના પગલાઓ લેવામાં આવ્યા છે. કોવિડ-19 માટે સારવાર કરાવી રહેલા નૌસેનાના 21 કર્મીઓ પશ્ચિમ નૌસૈન્ય કમાનની એસેસરીઝને સંબંધી શાખાનો ભાગ છે.