ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઈરસ: તેલંગાણામાં 21 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1,082 પોઝિટિવ કેસ

તેલંગાણામાં રવિવારે કોવિડ-19ના 21 જેટલા નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1,082 થઈ છે. જ્યારે મૃત્યુઆંક 29 છે. સારવાર બાદ રવિવારે કુલ 46 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

By

Published : May 4, 2020, 10:26 AM IST

coronavirus
કોરોના વાઈરસ

હૈદ્રાબાદ: કોવિડ-19ના 21 નવા કેસ તેલંગણામાં નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 1,082 કેસ નોંધાયા છે. 20 નવા કોરોના પોઝિટિવ કેસ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી)ના છે. રાજ્યના જગતિઆલા જિલ્લામાં એક નવો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે 46 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

તેલંગાણામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 29 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 545 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.

ભારતમાં કોરોના વાઈરસ(કોવિડ -19) ચેપને કારણે 1,301 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોરોના વાઈરસનો ચેપ હોવાનું સામે આવ્યું છે.

ભારતભરમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 40,263 પર પહોંચી ગઈ છે. જેમાંથી 28,070 કેસ પોઝિટિવ છે. 10,886 કોરોના ચેપગ્રસ્ત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 1,306 લોકોનાં મોત નીપજ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details