નવી દિલ્હી : કોવિડ-19 વૈશ્વિક મહામારીને લઈ આજે લોકો યોગ દિવસ ડિઝિટલ મંચો પર મનાવશે. વિશ્વ યોગ દિવસને લઈ વડોપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. યોગ દિવસ દુનિયામાં પ્રથમ વખત 21 જૂન 2015ના રોજ મનાવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષ 21 જૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છે, પરંતુ આ વખતે પ્રથમ વખત ડિઝિટલ માધ્યમ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન - वीडियो ब्लॉगिंग प्रतियोगिता
કોરોના વાઈરસની મહામારી વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષ લોકો એક જગ્યા પર એકઠા થશે નહીં. આ વખતે લોકો ડિઝિટલ પ્લેટફૉમ પર ઘર પર જ યોગ દિવસ મનાવશે.
etv bharat
આ વર્ષ યોગની થીમ ઘર પર યોગ અને પરિવાર સાથે યોગ છે. આયુષ મંત્રાલયે કહ્યું કે, લેહમાં મોટા પાયે ક્રર્યકમ કરવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે ક્રાર્યકમ રદ્દ કરવામાં આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 11 ડિસેમ્બર 2014માં જાહેરાત કરવામાં આવી હતી કે, દર વર્ષ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે.આયુષ મંત્રાલયે કહ્યું કતે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના ઈલેક્ટ્રોનિક અને ડિઝીટલ મંચો પર મનાવવામાં આવશે.