ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાઉથ એશિયન ગેમ્સઃ પહેલા દિવસે ભારતે ચાર મેડલ પોતાના નામે કર્યા

નેપાળઃ 13માં દક્ષિણ એશિયાઈ રમતોત્સવ (સાઉશ એશિયન ગેમ્સ) ભારતે પહેલા દિવસે એક સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય પદક જીત્યો છે.

2019 Southeast Asian Games
2019 Southeast Asian Games

By

Published : Dec 3, 2019, 12:36 PM IST

સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ટ્રાયથલનમાં ધમાકેદાર પ્રદર્શન કરી એક સુવર્ણ ચંદ્રક સહિત ચાર મેડલ પોતાના નામે કર્યા છે.

આદર્શ એમ એન સિનિમોલએ ટ્રાયથલન મેલ સિંગલ કેટેગરીમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. જ્યારે વિશ્વજીત શ્રીખોમે આ જ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો છે.

સાઉશ એશિયન ગેમ્સઃ ભારતે ટ્રાયથલન જીત્યો સુવર્ણ ચંદ્રક

સરોજીની દેવી અને મોહન પ્રજ્ઞાએ ટ્રાયથલન ફિમેલ સિંગલ કેટેગરીમાં રજત અને કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો છે. સિંગલ ટ્રાયથલન કેટેગરીમાં 750 M, તરણ 20 KM અને 5 KMની દોડનો પણ સમાવેશ થાય છે.

સિનિમોલે એક મિનીટ 02.51 સેકેન્ડમાં પાર કરી સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે વિશ્વજીત તેનાથી 8 સેકેન્ડ પાછળ હતો જે બીજા ક્રમે રહી રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. નેપાળના બસંત થારૂને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

ટ્રાયથલન ફિમેલ સિંગલ કેટેગરીમાં સરોજીની બીજા અને નેપાળની સોની ગુરૂંગ પહેલા સ્થાન પર રહી હતી. જ્યારે ભારતની પ્રજ્ઞાને કાંસ્ય ચંદ્રક મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details