બાંદીપોરા એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ વિપુલ માત્રામાં દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. સેના ખીણમાંથી આતંકીવાદીઓને ખતમ કરવા કડક વલણ અપનાવ્યું છે. જેમાં સોમવારે બાંદીપોરામાં બે આતંકવાદીને ઠાર કર્યા છે.
જમ્મુ કાશ્મીરઃ બાંદીપોરા એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર - ઘર્ષણમાં બે આતંકવાદી માર્યા ગયા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ઘર્ષણમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ સાથે જ સેનાએ મોટા જથ્થામાં દારૂગોળો જપ્ત કર્યો છે.

file photo
કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરથી આતંકને ખત્મ કરવાની દિશામાં આગળ વધી રહી છે, ત્યારે સેના ખીણમાં આતંકને સમાપ્ત કરવા માટે સતર્ક છે.