મહારાષ્ટ્રમાંથી વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એનસીપીના કુલ 54 ધારાસભ્યોમાંથી 48 પહેલાથી જ શરદ પવાર સાથે છે. તેમજ 4 ધારાસભ્યો મહારાષ્ટ્રની બહાર હતા. તેમાંથી 2 હરિયાણામાં રોકાયા હતા તેમજ 1 દિલ્હીમાં હતા, તેઓ અજિત પવારના અંગત હોવાનું મનાતુ હતુ.
અજીત પવારના શપથગ્રહણ બાદ ગુમ થયેલા NCPના વધું 3 MLA શરદ પવારના શરણે ! - Maharashtra news
મુંબઈઃ મહારાષ્ટ્ર હાલ રાજકારણની રણભૂમિ બન્યુ છે. દિલ્હી ગયેલા NCPના 4 ધારાસભ્યો પૈકી 3 મુંબઈ પરત ફર્યા છે. બે ધારાસભ્યો હરિયાણાના ગુરુગ્રામ અને એક દિલ્હીમાં રોકાયા હતા. જે શરદ પવાર સાથે જોડાઈ ગયા છે. આ ધારાસભ્યો અજીત પવારના શપથ ગ્રહણ વખતે ઉપસ્થિત રહ્યા હતાં.
Maharashtra politics news Maharashtra political analysis Maharashtra political drama Maharashtra news ncp missing mla
દૌલત દરોડા, અનિલ પાટીલ અને નીતિન પવાર ત્રણેય ધારાસભ્યો સોમવારે વહેલી સવારે નવી દિલ્હીથી મુંબઈ આવી NCP અને શરદ પવાર સાથે જોડાઈ ગયા છે. જે અજિત પવાર અને BJP માટે ઝટકો છે.
દૌલત દરોડા અને નીતિન પવારની ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે તેઓ પાછા આવી જતા NCP માટે ખુશીના સમાચાર છે. બીજીતરફ આ બંને ધારાસભ્યોને પરત લાવવામાં યુથ કોંગ્રેસની મોટી ભૂમિકા રહી છે.