ઉત્તર પ્રદેશ: જાલૌન જિલ્લાના એટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર આવેલા ગિરથાન ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો. પ્રવાસી મજૂરોથી ભરેલી DCM ગાડીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 14 મજૂરો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ પ્રવાસી મજૂરો મુંબઈથી પરત ફરી રહ્યા હતા. DCM ગાડીમાં 50 મજૂરો સવાર હતા.
ઉત્તર પ્રદેશ: રોડ અકસ્માતમાં 2 મજૂરોના મોત, 14 ઘાયલ
ઉત્તર પ્રદેશના જાલૌન બોર્ડર પાસે ઝાંસી-કાનપુર નેશનલ હાઈવેે 27 પર વહેલી સવારે એક રોડ અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહને પ્રવાસી મજૂરોથી ભરેલી DCMને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 2 મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે 14 મજૂરો ગંભીર રીતે ઘયલ થયા હતા.
રોડ અકસ્માત
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ ઉરઇ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, મહિલા સહિત બે મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
જાલૌનના પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમને ઈજાગ્રસ્તોને દિલાસો આપ્યો હતો. આ સાથે તેમને સારવાર માટે સરકારી મેડિકલ કોલેજ ઉરઈ ખાતે મોકલી આપ્યા હતા. તેમજ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.