સુરી (WB): ગુરુવારે બીરભૂમ જિલ્લાના મલ્લારપુર વિસ્તારમાં વીજળી પડતા બે લોકોનાં મોત થયા હતાં અને ચાર લોકો ગંભીર ઈજા પહોંચી હતી.
પશ્ચિમ બંગાળમાં વીજળી પડતાં 2 લોકોના મોત - પશ્ચિમ બંગાળ ન્યૂઝ
ગુરુવારે પશ્ચિમ બંગાળના મલ્લારપુર વિસ્તારમાં તેમના ખેતરમાં કામ કરતી વખતે વાવાઝોડા દરમિયાન વીજળી પડતાં બે લોકોનાં મોત થયા હતાં અને ચાર ઇજાગ્રસ્ત થયાં હતાં.
West Bengal
બપોરના સમયે ભારે વરસાદ દરમિયાન એક ખેતરમાં કામ કરતા બંને શખ્સો પર વીજળી પડતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કર્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "નજીકમાં અન્ય 4 લોકો પણ બેભાન અવસ્થામાં મળ્યા હતા. તેમને પણ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જે હાલ સારવાર હેઠળ છે.