ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર : સમસ્તીપુરમાં ફાયરિંગની ઘટનામાં 2ના મોત, 5 ઇજાગ્રસ્ત

બિહારના સમસ્તીપુર જિલ્લામાં આવેલા દલસિંહરાય પોલીસ મથક વિસ્તારમાં ચાની દુકાન ચલાવતા વ્યક્તિના ઘરમાં ઘુસીને 10થી વધુ હથિયારધારી લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં 60 વર્ષીય વૃદ્ધા અને એક 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. તેમજ 3 મહિલા સહિત 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

બિહારમાં ગોળીબાર
બિહારમાં ગોળીબાર

By

Published : Nov 16, 2020, 2:02 AM IST

  • ચાની દુકાન ચલાવતા વ્યક્તિના ઘરમાં ઘુસીને 10થી વધુ હથિયારધારી લોકોએ ફાયરિંગ કર્યું
  • 8 વર્ષની બાળકી અને 60 વર્ષીય વૃદ્ધાનું મોત
  • ઘટના સ્થળ પોલીસ મથકથી માત્ર 2 કિલોમીટર દૂર

બિહાર : સમસ્તીપુર જિલ્લાના દલસિંહરાય પોલીસ મથક વિસ્તારના આઇબી રોડ પર ચાની દુકાન ચલાવતા વ્યક્તિના ઘરમાં ઘુસીને 10થી વધુ હથિયારધારી લોકોએ દિવાળીની રાત્રે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં 60 વર્ષીય વૃદ્ધા હિલિયા દેવી અને એક 8 વર્ષની બાળકી અસ્મિતનું મોત થયું હતું. તેમજ આ ફાયરિંગની ઘટનામાં 3 મહિલા સહિત કુલ 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

બે લોકોના મોત

10 લોકોએ ચાની દુકાન ધરાવતા સુમિત કુમાર રાયના ઘરમાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. જેમાં બે લોકોના મોત થયા હતા. તેમજ 5 લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસની કામગીરી શંકાસ્પદ

આ ફાયરિંગની ઘટનાનું કારણ હજૂ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, દિવાળી પર્વને કારણે પોલીસને હાઇએલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે, ત્યારે પોલીસ મથકથી માત્ર 2 કિલોમીટર દૂર આરોપીઓએ આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો જેની પોલીસને જાણ શુદ્ધા થઇ ન હતી.

ABOUT THE AUTHOR

...view details