ઉત્તર પ્રદેશ: સંત કબીરનગર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંડોખર ગામમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો હતો. જેમાં 2 મહિનાથી બન્ને પક્ષો વચ્ચે જૂની અદાવતને લઈને ઉગ્ર સંઘર્ષ થયો હતો, જ્યાં આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યાં હતાં, તેમજ ચાર લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં બંને પક્ષે અનેક વખત માર મારવામાં આવ્યો છે. જેમાં આ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને પક્ષો વચ્ચે લાઠી અને તીક્ષ્ણ હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. જેમાં કુલ 6 લોકો ગંભીર થયાં હતાં.
યુપીના સંત કબીરનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણ, 2ના મોત, 4 ઘાયલ - યુપીના સંત કબીરનગર
યુપીના સંત કબીરનગર જિલ્લાના જૂની અદાવત લઇને બે પક્ષો વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયાં છે. તેમજ 4 લોકોની જિલ્લાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
યુપી
તેઓને ખલીલાબાદમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમજ એક વ્યકિતની હાલત ગંભીર જણાતા તેને મેડિકલ કોલેજ ગોરખપુરમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ઝગરુ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ જ સમયે જિલ્લા હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ બીજા પક્ષના 50 વર્ષીય વૃધ્ધનું પણ મોત નીપજ્યું હતું.
આ સમગ્ર મામલે એસપી બ્રિજેશસિંહે જણાવ્યું હતું કે, બંને પક્ષે કેસ નોંધવામાં આવ્યો છે. આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.