નવી દિલ્હી: રાજધાની દિલ્હી નજીક આવેલા નોઇડાના સેક્ટર 11માં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જે ઘટનાની જાણકારી મળતાં રેસ્ક્યૂ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ સ્ટેશન સેક્ટર 24 ના એફ બ્લોકના 62 બ્લોકના નિર્માણ દરમિયાન બિલ્ડિંગ અચાનક ધરાશાયી થવાને કારણે પાંચ મજૂરો દટાયા હતા. જેમાં તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ લોકો ઘાયલ થયા છે.
નોઇડામાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 2 ના મોત, 3 ઇજાગ્રસ્ત - મેન્યુફેક્ચરીંગ ફેક્ટરી
રાજધાનીની નજીક આવેલા નોઇડા શહેરના સેક્ટર 11માં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયાં છે. તેમજ 3 લોકો ઇજાગ્રસ્ત થયાં છે.
નોઇડા
નોઈડાના સેક્ટર 11 માં એફ 62 એ મેન્યુફેક્ચરીંગ ફેક્ટરી છે. જેનું આ સમયે બાંધકામ ચાલી રહ્યું હતું. જ્યારે બિલ્ડિંગનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતાં બાંધકામમાં રોકાયેલા આશરે 5 મજૂરો દટાઇ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 3 મજૂરો ઇજાગ્રસ્ત થયાં હતા. તેમજ 2 મજૂરોના મોત થયાં હતા. જેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.