બીજાપુર જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લામાં પામેડ પોલીસ સ્ટેશનમાં આતંકવાદીઓેએ પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં જિલ્લા દળના કોન્સ્ટેબલ અરવિંદ મિંજ અને સુક્કૂ હપકા શહીદ થયા છે તેમજ એક ગ્રામીણ ઘાયલ થયો છે.
છત્તીસગઢ: આતંકવાદી હુમલામાં બે જવાન શહીદ, એક ગ્રામીણ ઘાયલ - injured
બીજાપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે તેમજ એક ગ્રામીણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
છત્તીસગઢ: આતંકવાદી હુમલામાં બે જવાન શહીદ
પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોંગગુડા શિવિરથી કોન્સ્ટેબલ અરવિંદ મિંજ અને સુક્કૂ હપકા ગ્રામીણની સાથે બાઈક પર ટિપ્પાપુરમ ગયા હતા. ત્યાંથી પરત ફરતા તોંગગુડા નજીક આતંકવાદીઓ તેના પર હુમલો કર્યો હતો.
આ ઘટનાને પૂર્ણ થયા બાદ આતંકવાદી ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસે મૃતદેહને કબ્જે કરી ઘાયલ ગ્રામીણને વધુ સારવાર અર્થે ચેરલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.