ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ કોવિંદેના હસ્તે 2 ગુજ્જુ મહાનુભવોનું પદ્મશ્રીથી સન્માન - Abdul Ghafoor Khatri

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિભવનમાં શનિવારે 2019ના પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ વર્ષે 14 પદ્મભૂષણ અને 94 પદ્મશ્રીને તેમના કામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના બે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ફાઇલ ફોટો

By

Published : Mar 16, 2019, 8:55 PM IST


રાષ્ટ્રપતિ કોવિંદે જાણીતા ઈતિહાસકાર અને સંસ્કૃતિમાં યોગદાન આપનાર જોરાવરસિંહ જાદવનું પદ્મશ્રીથી સન્માન કર્યું હતું. જોરાવરસિંહ જાદવ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક છે. જાદવે લોકકલા અને લોક સંસ્કૃતિ પર 93 પુસ્તકો લખ્યાં છે.

આ સિવાય રાષ્ટ્રપતિ કોવિંદે કલા અને સંસ્કૃતિમાં યોગદાન આપવા બદલ અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં છે. અબ્દુલ ગફુર ખત્રીને રોગન પેન્ટિંગ પુર્નજીવિત કરી છે. જેથી ગુજરાતમાં કચ્છના અંતરિયાળ ગામોમાં લોકોને આજીવિકા માટે રોજગારીની તકો ઊભી કરી છે.

ABOUT THE AUTHOR

...view details