અમરનાથજી સાઈન બોર્ડના અધિકારીએ કહ્યું કે, એક જુલાઈએ યાત્રા શરૂ થયા બાદ 20 દિવસમાં 2,59,889 શ્રદ્ધાળુઓએ પવિત્ર શિવલિંગના દર્શન કરી લીધા છે. પોલીસે કહ્યું કે ભગવતી નગરયાત્રી નિવાસમાં 4,158 યાત્રાળુઓનું એક જૂથ શનિવારે સુરક્ષા સહિત બે કાફલામાં રવાના થયું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "તેમાંથી 2,139 યાત્રાળુઓ બાલટાલ આધાર શિબિરમાં જઈ રહ્યાં છે, જ્યારે 2,019 યાત્રાળુ પહેલગામ શિબિર જઈ રહ્યાં છે."
તીર્થયાત્રીઓ પવિત્ર ગુફા સુધી જવા માટે 14 કિલોમીટર લાંબા બાલટાલ માર્ગથી અથવા 45 કિલોમીટર લાંબા પહેલગામના રસ્તે થઈને જતાં હોય છે. બાલટાલથી જનારા શ્રદ્ઘાળુઓ એક જ દિવસમાં પોતાની શિબિર સુધી પરત ફરી જાય છે.
બંને આધાર શિબિરો પર યાત્રાળુઓ માટે હેલીકૉપ્ટર સેવાઓ પણ છે. સ્થાનિક મુસ્લિમોએ પણ હિન્દુ તીર્થયાત્રિકો માટે સુવિધા અને સરળતાથી યાત્રા પૂર્ણ કરવા માટે સહયોગ આપ્યો છે.
આ વર્ષે 45 દિવસીય અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ 15 ઑગષ્ટે શ્રાવણની પૂનમના રોજ થશે.