ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJPના બે MLAને મળ્યો સરકારનો સાથ, નારાયણ ત્રિપાઠીના શિવરાજ પર પ્રહાર - ફ્લોર ટેસ્ટ

ભોપાલઃ કમલનાથ સરકારને પડકારવું ભાજપને ભારી પડી રહ્યું છે. ગૃહમાં દંડ વિધિ સંશોધન બિલ પર મત વિભાજપ પર ભાજપના બે ધારાસભ્યોને ક્રોસ વૉટિંગ કર્યું છે. CM કમલનાથે ભાજપના બે ધારાસભ્ય શરદ કોલ અને નારાયણ ત્રિપાઠી દ્વારા કોંગ્રેસના પક્ષમાં વૉટિંગ કરવાનો દાવો કર્યો છે.

નારાયણ ત્રિપાઠીના શિવરાજ પર પ્રહાર

By

Published : Jul 24, 2019, 9:38 PM IST

ફ્લોર ટેસ્ટ બાદ ભાજપના બે ધારાસભ્યો શરદ કોલ અને નારાયણ ત્રિપાઠી દ્વારા ક્રોસ વૉટિંગ કર્યો અને આ તરફ જ્યાં મુખ્યપ્રધાન દાવો કરી રહ્યા છે. ત્યાં ભાજપના બંને ધારાસભ્યોને કોંગ્રેસને સમર્થનના પ્રશ્નને શિવરાજ ટાળતાં નજરે પડ્યા હતા.

નારાયણ ત્રિપાઠીના શિવરાજ પર પ્રહાર

નારાયણ ત્રિપાઠીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ જે અન્ય દળોમાંથી નેતા લાવે છે, તેમનું કોઇ સમ્માન રહેતું નથી. તેમણે એમ પણ આરોપ લગાવ્યો છે કે, બાઇ-ઇલેક્શન જીતવાનો પ્લાન કરીને શિવરાજ સિંહ તેમને પાર્ટીમાં લાવ્યા હતા અને 2018માં થયેલી ચૂંટણીમાં તેમને હરાવાનું પણ ષડયંત્ર રચ્યું હતું.

આ તરફ ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે પણ મધ્યપ્રદેશ સરકાર પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ક્હયું હતું કે, કર્ણાટક સરકારની જેમ મધ્યપ્રદેશની સરકાર પણ પડી ભાંગવાની તૈયારીમાં છે, સાથે જ તેમણે ક્હયું હતું કે, નંબર 1 અને 2ના સંકેતના આધારે જ સરકાર પડી ભાંગશે. તો આ બાદ કમલનાથે પણ વળતો જવાબ આપ્યો હતો અને ફ્લોર ટેસ્ટ માટેની તૈયારી બતાવી હતી. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવે, સરકાર તે માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિધાનસભામાં હોબાળો મચાવાથી ગૃહની કામગીરીને 5 મીનિટ માટે સ્થગિત પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details