નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3108 સુધી પહોંચી છે. સોમવારે કોરોના વાઇરસથી સંક્રમિત 190 નવા દર્દીઓની પુષ્ટિ થઇ હતી. જેને લીધે દિલ્હીમાં કોરોનાના કેસ 3 હજારથી પણ વધુ થયા છે. સ્વાસ્થય વિભાગના રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 54 લોકોના મોત થયા છે.
દિલ્હી કોરોના અપડેટ: પોઝિટિવ કેસનો કુલ આંક 3108 થયો, 190 નવા કેસ નોંધાયા
દિલ્હીમાં સોમવારે કોરોના વાઇરસથી સંક્રમિત 190 નવા દર્દીઓની પુષ્ટિ થઇ હતી. જેને લીધે દિલ્હીમાં કોરોનાના કેસ 3 હજારને પાર પહોંચ્યા છે.
190 new cases of corona virus reported in Delhi last 24 hour
વધુમાં તમને જણાવીએ તો 24 કલાકમં કોરોનાથી એક પણ લોકો સ્વસ્થ થયા નથી. પરંતુ રાહતની વાત એ છે કે, દિલ્હીમાં અત્યાર સુધીમાં 877 લોકો સ્વસ્થ થયા છે. દિલ્હીમાં જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો સંખ્યા 2177 છે.