રાજસ્થાન : ભરતપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 360 લોકો સંક્રમિત છે. પ્રવાસીઓને લીધે અહીં કોરોનાનુ જોખમ વધ્યું છે. આ સાથે જ કોરોના યોદ્ધાઓ પણ કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે પ્રજાને કોરોનાથી બચાવવા માટે કામ કરતા કોરોના યોદ્ધાઓ જ કોરોનાના ભરડામાં આવી જશે તો દેશને કોરોનાથી કોણ બચાવશે.
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના 19 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત - Bharatpur Corona Warrior
દેશમાં કોરોના વાઇરસનો પગપેસારો થયો છે, ત્યારથી દેશભરના તમામ પોલીસકર્મીઓ પોતાના જીવના જોખમની ચિંતા કર્યા વગર સંક્રમણને નાથવા માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશની જનતાની સેવા કરતા કરતા હવે તેઓ પણ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. જેમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ફરજ બજાવતા 19 પોલીસકર્મીઓ કોરોના વાઇરસનો શિકાર બન્યા છે.
આ મુશ્કેલી વચ્ચે ભરતપુર જિલ્લા પોલીસ અધિક્ષકે જ ક્વોરેન્ટાઇન થવું પડ્યું હતું. ઉપરાંત તેમના પુત્ર, રસોઈયા, પીએ અને અન્ય 19 પોલીસકર્મીઓ કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. જે તમામ હાલ સારવાર હેઠળ છે. આ તમામ કર્મીઓ શાકમાર્કેટની આજુબાજુના તથા કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં રહેતા હોવાને કારણે સંક્રમણનો શિકાર થયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અત્યાર સુધી 130 પોલીસકર્મીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તમામને માસ્ક તથા સેનેટાઇઝરની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.