ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ 20 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. કમલનાથ સરકાર પડી જવાની સંભાવના છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
મહત્વનું છે કે, આજે માધવરાવ સિંધિયાની 75મી જયંતી છે. આ આજ તકે સિંધિયાઓ કોંગ્રેસ છોડી છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની બેઠક વચ્ચે દિલ્હીમાં સોનિયા ગાંધી અને ભોપાલમાં કમલનાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, અમે જ્યોતિરાદિત્ય સિંધિયાનું પાર્ટીમાં સ્વાગત કરવા માટે તૈયાર છીએ.
શું કહે છે વિધાનસભાનું ગણિત?
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભાની બેઠકો છે. 2 ધારાસભ્યોનું નિધન થઈ ગયું છે. આ પ્રકારે વિધાનસભાની હાલની સ્થિતિ 228 થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય હતાં, જ્યારે સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 115 છે. કોંગ્રેસને 4 અપક્ષ, 2 બહુજન પાર્ટી અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનું સમર્થન મળ્યું છે. આ પ્રકારે કોંગ્રેસ પાસે કુલ 121 ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ 20 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કમલનાથની સરકાર તૂટી પડી છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સિંધિયાની પાછળ લગભગ 20 ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. જેથી ભાજપ સરળતાથી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી જશે.