હકીકતમાં જોઈએ તો 19 એપ્રિલે મૈનપુરીમાં અખિલેશ યાદવ, માયાવતી, મુલાયમ સિંહ તથા અજિત સિંહની ગઠબંધનવાળી રેલી થશે. ત્યાની જનતા માટે સૌથી વધારે ઉત્સુકતા માયાવતીને લઈ છે જ્યાં તેઓ મંચ પર જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે, માયાવતી તથા મુલાયમ જનતાને શું સંદેશો આપે છે. જો કે, મુલાયમ સિંહ માટે મૈનપુરીમાંથી ખોબલેને ધોબલે મત મળતા હોય છે. તેઓ લાંબા સમયથી અહીં ચૂંટણી લડતા આવે છે તથા જીત પણ હાંસલ કરે છે. સપા એકલા હાથે અહીં લડતી તો પણ તેઓ જીતી જતા પણ હવે બસપાની તાકાતથી ગઠબંધન વધારે મજબૂત બનશે.
25 વર્ષ બાદ માયાવતી અને મુલાયમ એક મંચ પર જોવા મળશે - election campaing
ન્યૂઝ ડેસ્ક: બસપા સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયામ સિંહ યાદવ 25 વર્ષ બાદ 19 એપ્રિલે એક મંચ પર જોવા મળશે. 19 એપ્રિલે ઐતિહાસિક દિવસ હશે જ્યારે ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં માયાવતી મુલાયમ સિંહ માટે મત માંગશે. મૈનપુરી મુલાયમ સિંહ યાદવની રાજકીય કર્મભૂમિ રહી છે. 2014માં મુલાયમ સિંહ આઝમગઢ અને મૈનપુરીમાં બે સીટ પરથી ચૂંટણી લડ્યા હતા.

1995માં જ્યારે ગેસ્ટ હાઉસ કાંડ થયો ત્યાર બાદ સપા બસપાનો રસ્તો અલગ થઈ ગયો નહીંતર લોકોએ તો કાંશીરામ અને મુલાયમ સિંહને એક સાથે જોયા છે. જેમ કે, ઈટાવા લોકસભાની પેટા ચૂંટણીમાં મુલાયમ સિંહ યાદવે કાંશીરામની જીત પાક્કી કરી દીધી હતી. જેવી રીતે મુલાયમ સિંહ યાદવ તથા કાંશીરામે દલિત-પછાત તથા મુસ્લિમોનું સમીકરણ સાધી એવું ગઠબંધન બનાવ્યું કે, રામ મંદિરના આંદોલનનો ભાજપ તરફી માહોલ હોવા છતા પણ ભાજપને સત્તા સુધી પહોંચવા ન દીધી તથા પોતે સરકાર બનાવી લીધી. 1993માં પણ કાંશીરામ અને માયાવતીએ લખનઉમાં બેગમહજરત મહેલમાં સંયુક્ત રેલી કરી હતી જેમાં લાખો લોકો જોડાયા હતા.
19 એપ્રિલે યોજાનારી આ રેલી અઢી દાયકા બાદ એક સાથે ફરી મંચ પર માયાવતી-મુલાયમ તથા આરએલડી જોવા મળશે. મુલાયમને કાંશીરામ બાદ હવે ફરી પાછું માયાવતી સાથે 19 એપ્રિલે મંચ શેર કરવું પડશે.