શિમલાઃ હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુરુવારે હિમાચલ પ્રદેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 180 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં કુલ્લૂ જિલ્લામાં સૌથી વધુ 69 દર્દી સામે આવ્યા છે. આ ઉપરાંત હમીરપુરમાં 19, ઉના 18, મંડિ 14, ચંબા 13, સોલન-કિન્નોર 10-10, શિમલા-સિરમૌર 9-9, બિલાસપુર 7 અને કાંગડામાંથી 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
હિમાચલ પ્રદેશઃ 24 કલાકમાં કોરોનાના 180 પોઝિટિવ કેસ નોંધાયા - હિમાચલ પ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસ
હિમાચલ પ્રદેશમાં ગુરુવારે એક દિવસમાં રેકોર્ડબ્રેક 180 નવા કેસ સામે આવ્યા છે. કુલ્લૂ જિલ્લામાં સૌથી વધુ 69 દર્દી સામે આવ્યા છે. આ ઉપરાંત હમીરપુરમાં 19, ઉના 18, મંડિ 14, ચંબા 13, સોલન-કિન્નોર 10-10, શિમલા-સિરમૌર 9-9, બિલાસપુર 7 અને કાંગડામાંથી 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ગુરુવારે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાનની સિક્યોરિટીમાં તૈનાત એસ્કોર્ટ વ્હીકલનો ડ્રાઈવર, કોન્સ્ટેબલ અને અન્ય 3 સુરક્ષાકર્મી પણ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જેથી કોરોનાથી મરનારા લોકોની કુલ સંખ્યા 17 થઇ છે.
કોરોનાના નવા કેસ નોંધાવાથી હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 3,800ને પાર પહોંચી છે. જેમાં 1,328 એક્ટિવ કેસ છે અને 2,435 લોકો સ્વસ્થ થયા છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી 17 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે.