ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના દંતેવાડામાં 18 નકસલીએ શરણાગતિ સ્વીકારી

દંતેવાડા જિલ્લામાં ચલાવવામાં આવતા નક્સલ ઉન્નમૂલન અભિયાન અને લોન વર્રાતુ (ઘરે પાછા ફરવું) અભિયાનથી પ્રભાવિત થઈ અને નક્સલીઓની ખોટી વિચારધારાથી કંટાળીને 4 પૂજારી સહિત 18 સક્રિય માઓવાદીઓએ આજે ​​જિલ્લામાં શરણાગતિ સ્વીકારી છે.

NAXAL
દંતેવાડા

By

Published : Jul 2, 2020, 10:12 AM IST

દંતેવાડા: છત્તીસગઢમાં દંતેવાડાના એસપી અભિષેક પલ્લવાએે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં 'ઘરે પાછા ફરો' અભિયાન અંતર્ગત નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં મોટા નક્સલી કાર્યકરોની સૂચિ તૈયાર કરી ગામે ગામ પોસ્ટ કરવામાં આવી હતી. તેમજ તમામ નક્સલવાદીઓને મુખ્યધારામાં જોડાવા અપીલ પણ કરવામાં આવી હતી. જેની હેઠળ 18 સક્રિય નક્સલવાદીઓએ નક્સલવાદી સંગઠનને છોડીને કલેક્ટર દિપક સોની, ડીઆઈજી ડી.એન. લાલ અને એસ.પી. અભિષેક પલ્લવ સમક્ષ ભાંસી પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી છે.

દંતેવાડા નકસલવાદીઓને 10-10 હજાર રૂપિયાનું પ્રોત્સાહન

આ સમર્પણ નક્સલવાદીઓમાં 4 નક્સલીઓ તેલામ ભીમા, તેલમ ચૈતુ, સંતો કુંજામ અને મંગલ ભાસ્કર ઉપર સરકારે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેમજ 14 નક્સલવાદીઓ ડી.એ.કે.એમ.એસ.ના સભ્યો તરીકે સંસ્થામાં સક્રિય હતા. તેમજ બીજા લોકો લોકોને સંગઠનમાં જોડવા, મોટા નક્સલીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાનું કામ કરતા હતા. જેમાં મુખ્યધારામાં જોડાતા તમામ નકસલવાદીઓને 10-10 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details