ચંદીગઢઃ વંદે ભારત મિશન અંતર્ગત રવિવારે ગોએર ફ્લાઇટ કુવૈતથી ચંદીગઢ મોળી પહોંચી હતી. તે સમયે 177 ભારતીયોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યાં હતા. આ પ્રવાસીઓમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યના યાત્રીઓ સામેલ હતાં.
ચંદીગઢ પહોંચતા પહેલા તે પ્રવાસીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. આ યાત્રિકોને અરપોર્ટ પર જ મેડિકલ સ્ક્રિનીગ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ જ પોતાના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યાં હતાં.એરપોર્ટ પર હાજર અલગ-અલગ રાજ્યના લોકોને પ્રતિનિધિઓની દેખરેખ હેઠળ તે બધા લોકોને રવાના કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોને ધ્યાને લઇને કવોરેન્ટાઇન કરવામાં આવશે.
વંદે ભારત અભિયાન અંતર્ગત 137 દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, શરૂઆતમાં 2 લાખ ફસાયેલા ભારતીયોને પરત લાવવાનો લક્ષ્ય હતો, પંરતુ આટલી મોટી સખ્યાને પરત આવેલા જોઇને એ પણ એક મોટી સિદ્ધિ હતી. આ અભિયાનનો પ્રથમ તબક્કો 7 મેથી 15 મે સુધી ચાલ્યો હતો. બીજો તબક્કો 17થી 22 મે સુધી ચાલ્યો હતો. જો કે, સરકારે આ તબક્કો 10 જૂન સુધી વધાર્યો હતો.
કેરળમાં પરત ફર્યા સૌથી વધારે લોકો
ત્રીજો તબ્ક્કો 11 જૂન થઈ 2 જુલાઇ સુધી ચાલ્યો હતો, ત્યારે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, મિશન શરૂ થયા પછી 134 દેશોમાંથી કુલ 5,03,990 ભારતીય લોકો પોતાના વતન પરત ફર્યાં છે. જેમાં સૌથી વધારે લોકો કેરળમાં આવ્યાં છે. તેમના પછી ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્નાટક, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં આવ્યાં છે.