હૈદરાબાદની 17 વર્ષીય રામ્યા નિમ્સને પોલીસ કમિશ્નર બનાવાનું સપનું હતું. પરંતુ બલ્ડ કેન્સરની જીવલેણ બીમારીના કારણે તેને પોતાના સપનાથી કિનારો કરી લીધો. પણ કહેવાય છે કે, કોઈ વસ્તુને સાચા મનથી માગો તો મળે જ. બસ આવું જ રમ્યા સાથે થયું. તેને તેલંગાણા પોલીસનો સાથ મળ્યો અને તેનું સપનુ પૂરું થયું.
તેલંગાણામાં 17 વર્ષીય રામ્યા બની 1 દિવસ માટે પોલીસ કમિશ્નર... - latest news of Hyderabad police
હૈદરાબાદઃ તેલંગાણામાં 17 વર્ષીય રામ્યાને 1 દિવસ માટે પોલીસ કમિશ્નર બનવાની તક મળી છે. આ વાત સાંભળીને સહજ રીતે નાયક ફિલ્મની યાદ આવે. પરંતુ આ કહાની થોડી જુદી છે. જે પોલીસની ક્રૂરતા નહીં પણ તેમનામાં રહેલી માનવતા દર્શાવે છે. શું છે પૂરી ઘટના જાણવા માટે વાંચો આ વિશેષ અહેવાલ.
ઉલ્લેખનીય છે કે, રામ્યાની નિમ્સ હૈદરાબાદમાં સારવાર ચાલી રહી છે. આટલી નાની ઉંમરમાં બ્લડ કેન્સરની બીમારી હોવા છતાં તેનામાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળે છે. દેશ માટે કંઈક કરવાની અને લોકોને મદદ કરવાની તેની ઝંખના હાલ તેની આંખોમાં જોવા મળે છે.
આમ, રમ્યાના આવા અડગ વિશ્વાસને માન આપીને રાચાકોંડા જિલ્લાના તેનું આ સપનુ સાકાર કર્યું છે. તેમજ આઈ.પી.એસ મહેશ ભાગવત અને એડિશનલ કમિશ્ર સુધીર બાબૂએ રામ્યા ઝડપથી સાજી થઈ જાય તેની કામના કરી હતી. સાથે રામ્યાને ગાર્ડ ઑફ ઑનર (Guard of Honour) પણ આપ્યું હતું.