ઉત્તર પ્રદેશઃ રાજ્યના લખનઉ-બલિયા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં એઆરટીઓ એન્ફોર્સમેન્ટ સ્થળ પર વાહનો સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે.
લખનઉ-બલિયા હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 17 શ્રમિકો ઘાયલ - સુલતાનપુર ન્યૂઝ
લખનઉ-બલિયા હાઈવે પર શ્રમિકોને લઈ જતી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, હાલ, લોકડાઉનમાં મળેલી છૂટના દિવસોમાં બહારના રાજ્યોથી આવતી શ્રમિકોની ટ્રેનો સુલતાનપુર પહોંચી રહી છે. તે ક્રમમાં જ સુલતાનપુરથી કાદીપુર તરફની બસ શ્રમિકોને લઈને જતી હતી. તે દરમિયાન શહેરથી 6 કિલોમીટર દૂર ટાટા નગર ચોક પર અકસ્માતનો થયો હતો. જેમાં મોટી સંખ્યામાં કામદારોને ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં શ્રમિકોની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં તબીબોની વધારાની ટીમ તૈનાત કરાઈ હતી. તેમજ અકસ્માતની તપાસ કરવા ટોચના વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત જિલ્લા અધિકારી સી.ઇન્દુમતી અને પોલીસ અધિક્ષક શિવ હરિ મીના ટાટિયા પણ નગર પહોંચ્યા હતા.