ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણાના હિસારમાં બાળ સુધાર ગૃહમાંથી 17 કિશોર ફરાર - attacked the security staff

હરિયાણાના હિસાર જિલ્લાના બાળ સુધાર ગૃહમાંથી17 કિશોર વોર્ડર પર હુમલો કરી ફરાર થયા છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે એલર્ટ જાહેર કરી જિલ્લાની સરહદો સીલ કરી છે.

હરિયાણાના હિસાર
હરિયાણાના હિસાર

By

Published : Oct 13, 2020, 7:54 AM IST

હરિયાણા: હિસારમાં બરવાલા રોડ પર આવેલા બાળ સુધાર ગૃહમાંથી 17 કિશોર કેદીઓ વોર્ડર પર હુમલો કરી ફરાર થયા છે. કિશોરોએ અન્ય 3 વોર્ડર પર હુમલો કરતા વોર્ડરને સારવાર અર્થ હોસ્પટિલ ખસેડવામાં આવ્યા છે. કિશોરો ફરાર થયાની જાણ થતાં જ પોલીસે વાયરલેસ દ્વારા જિલ્લાના બધી જ ચેકપોસ્ટ સહિત અન્ય જિલ્લાની પોલીસને પણ અલર્ટ કરવામાં આવી છે.

સમગ્ર ઘટના બાદ એએસપી ઉપાસના યાદવે બાળ સુધાર ગૃહની મુલાકાત લીધી હતી. ધટના સ્થળ પર ફૉરેન્સિક ટીમ પણ પહોંચી છે. જાણકારી મુજબ સોમવાર રાત્રે કિશોરોની બેરક બહાર ગણતરી કરવામાં આવી રહી હતી. ગણતરી પુરી થયા બાદ તેમને જમવા માટે લઈ જવામાં આવતા હતા. તે દરમિયાન અચાનક કેટલાક કિશઓરોએ વોર્ડર પર હુમલો કર્યો હતો.

વોર્ડર પાસેથી ચાવી લઈ તાળું ખોલી કિશોર ફરાર થયા હતા.હુમલામાં તલવિન્દ્ર , સુનીલ અને ચંદ્રકાંત ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details