રાષ્ટ્રપતિના જાહેરનામા અનુસાર, રાષ્ટ્રપતિએ કેબિનેટની આ ભલામણનો સ્વીકાર કર્યો છે. આપને જણાવી દઇએ, 3 જૂનના રોજ 16મી લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે. શુક્રવારે લોકસભાનું વિસર્જન કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેની સાથે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સામૂહિક રાજીનામુ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું 16મી લોકસભાનું વિસર્જન - Narendra modi
નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણીઓ પછી 16 મી લોકસભાનું શનિવારે વિસર્જન કરવામાં આવ્યું હતું અને નવી સભાની રચના કરવામાં આવી હતી.
kovind
રાષ્ટ્રપતિએ વડાપ્રધાન સહિત મંત્રિપરિષદના રાજીનામાનો સ્વીકાર કરીને વડાપ્રધાન મોદીને નવી સરકારના બને ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહેવાની ભલામણ કરી છે.
Last Updated : May 25, 2019, 4:49 PM IST