ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં લોકડાઉન ઉલ્લંઘન કરતાં 16,962 લોકો પકડાયા

માર્ચના અંતથી કોવિડ-19નો સામનો કરવા અને લોકડાઉન લાગુ કરતી વખતે, મહારાષ્ટ્ર પોલીસે લોકડાઉન ભંગ કરનારાઓ સામે IPCની કલમ 188 હેઠળ અત્યાર સુધીમાં 16,962 ગુના નોંધ્યા છે.

COVID-19
COVID-19

By

Published : May 1, 2020, 11:33 AM IST

મુંબઇ (મહારાષ્ટ્ર): પ્રતિબંધિત આદેશોને સખત રીતે અમલમાં મુકતા, મહારાષ્ટ્ર પોલીસે લોકડાઉન ભંગ કરનારાઓ સામે રાજ્યભરમાં 85,500થી વધુ ગુના નોંધ્યા છે અને 16,962 લોકોને ધરપકડ કરી હોવાનું અધિકારીએ ગુરુવારે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, માર્ચના અંતથી કોવિડ -19 નો સામનો કરવો અને તાળાબંધી લાગુ કરવી, પોલીસે પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરનારા 85,586 વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો હતો.

ભારતીય દંડ સંહિતાની કલમ 188, જાહેર સેવક દ્વારા ફરજિયાત રીતે રજૂ કરાયેલા ઓર્ડરની ભંગને લગતી છે. તેમજ લોકડાઉન સંબંધિત ધોરણોના ભંગ બદલ 16,962 લોકોને ધરપકડ કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 161 પોલીસ કર્મચારીઓ, તેમાંથી 21 અધિકારીઓએ કોરોના વાઈરસ પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું..

રાજ્યમાં પોલીસ પર હુમલાના ઓછામાં ઓછા 167 કેસ નોંધાયા છે જેમાં અત્યાર સુધીમાં 580 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, લોકડાઉન સમયગાળા દરમિયાન ગેરકાયદેસર પરિવહનના 1,237 ગુના નોંધાયેલા છે અને 50,000 થી વધુ વાહનો કબ્જે કર્યા છે.

પોલીસે તે દરમિયાન વિવિધ ગુનાઓ માટે દંડ રૂપે 3.20 કરોડ એકત્રિત કર્યા હતા. પોલીસે ઉમેર્યું હતું કે, ઓછામાં ઓછા 622 વ્યક્તિઓને અલગ અલગ ધોરણોના ભંગ બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details