અમેરીકા સહિત 16 દેશના રાજદૂત 2 દિવસીય જમ્મુ કાશ્મીરના પ્રવાસે, સ્થિતિનો તાગ મેળવશે - જમ્મુ-કશ્મીર
નવી દિલ્હી: ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઇ જસ્ટર સહિત 16 દેશના રાજદૂત આજથી જમ્મુ-કશ્મીરના 2 દિવસના પ્રવાસે છે. જમ્મુ-કશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ કર્યા બાદ આ પ્રથમ પ્રવાસ છે.
અમેરીકા સહિત 16 દેશના રાજદૂત જમ્મુના બે દિવસના પ્રવાસે
દિલ્હી એયરપોર્ટ પરથી પ્લેન દ્વારા શ્રીનગર ખાતે જશે અને ત્યાંથી જમ્મુ માટે રવાના થશે, ત્યાં ઉપરાજ્યપાલ જી.સી.મર્મૂની સાથે જનતા અને સમાજના લોકો સાથે પણ મુલાકાત કરશે. જેમાં બાંગ્લાદેશ, વિયતનામ, નાર્વે, માલદીવ, દક્ષિણ કોરિયા, મોરોક્કો, નાઇજીરીયા અને અન્ય દેશોના રાજદૂત પણ સામેલ થશે.