'શોલે' 15 ઓગષ્ટ 1975ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કથા જય અને વીરુ (અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર) નામના બે બદમાશો ઉપર આધારિત હતી જેનો ઉપયોગ એક સેવનિવૃત પોલીસ અધિકારી (સંજીવ કુમાર) દ્વારા ડાકુ ગબ્બર સિંહ (અમજદ ખાન)ને પકડવા માટે કરવામાં આવે છે. આ ફિલ્મમાં હેમા માલિની અને જયા બચ્ચન પણ હતી.
15મી ઓગષ્ટના રોજ 'શોલે' ફિલ્મે 44 વર્ષ પૂર્ણ કર્યા - ડિરેક્ટર રમેશ સિપ્પી
મુંબઈઃ બૉલીવુડની પ્રખ્યાત બ્લૉકબસ્ટર ફિલ્મ 'શોલે'ની રીલીઝે 15મી ઓગષ્ટ ગુરૂવારના રોજ 44 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર રમેશ સિપ્પી આ વાતથી ખૂબ જ ખુશ છુ કે, 'શોલે' ફિલ્મને દરેક પેઢીનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
Sholay
'શોલે' ફિલ્મને બૉલીવુડમાં સૌથી શાનદાર ફિલ્મ તરીકે ઓળખાણ મળી છે. બ્રિટિશ ફિલ્મ ઈંસ્ટીટ્યુટમાં વર્ષ 2002માં અત્યાર સુધીની 'ટોપ 10 ઈંડીયન ફિલ્મ્સ' પસંદગીમાં 'શોલે' ને પ્રથમ સ્થાન મળ્યું હતું.