બૌદ્ધ ધર્મના વર્તમાન દલાઈ લામાએ તેના બાદના અનુગામીની પસંદગી કરી છે. તેમણે ભારતીય મૂળના કોલકતામાં દાર્જિલિંગમાં રહેતા એક છોકરાની પસંદગી પોતાના ઉત્તરાધિકારી તરીકે કરી છે. હાલ આ બાળકને તાલીમ માટે મૈસુર લઈ જવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, આ મુદ્દા પર દેશ અને સમગ્ર વિશ્વમાં ગંભીર ચર્ચા ચાલી રહી છે કે, કયા આધારે આ બાળકની પસંદગી કરાઈ? આગામી સમયમાં આ બાળકની જવાબદારી અને જવાબદારીઓ શું હશે? અને આ બાળકને હવે કેવી રીતે તાલીમ આપવામાં આવશે?
ઉલ્લેખનીય છે કે, ભારત અને બૌદ્ધ ધર્મ વચ્ચે હંમેશા સુલેહભર્યા સંબંધ જોવા મળ્યા છે. સિધ્ધાર્થના સ્વરૂપમાં જન્મેલા ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળ થયો હતો. પરંતુ ભારતમાં બૌદ્ધ ધર્મના વિસ્તરણ માટે તેમના જીવનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. હવે ભારતનો એક બાળક 15મી દલાઈ લામા તરીકે પસંદ કરાયો છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં પ્રેમવાંગડી અને પંજુરાઈના પુત્ર પર વિશ્વભરની નજર છે.
15માં દલાઈલામા તરીકે ભારતીય બાળકની કરાઈ પસંદગી - 15
ન્યુઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળના એક બાળકને આગામી દલાઈલામા તરીકે પસંદ કરાયો છે. આ બાળક અનંતપુર જિલ્લાના પુટપર્તી સાઈ બાબા ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થા ખાતે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. છોકરાને તેના માતાપિતાની પરવાનગી સાથે બાલુકુપમાં મૈસુર મોકલવામાં આવ્યો છે.
kesha
ઉલ્લેખનીય છે કે, તિબેટીયન આધ્યાત્મિક નેતા 14મી દલાઈ લામાએ આ નિવેદન અનેક વખત આપ્યા હતા, તે પહેલાં તેના પછીના અનુગામી ભારતથી આવશે. તેમણે કહ્યું કે તે શક્ય છે કે તેમના મૃત્યુ પછી, તેમના પછીના અનુગામી, ભારતમાં અવતાર લેશે. આ અંગે ચીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે દલાઇલામાના પછીના અનુગામીને ચીની સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત કરવી પડશે.