વધુમાં પ્રશાસને કહ્યું કે, હવે લગભગ ત્રણ અઠવાડિયા માટે બેબી ફૂડનો સ્ટોક છે.તેમણે વધુમાં કહ્યું કે, દવાઓના ડિસ્ટ્રીબ્યુટર જમ્મૂમાં છે અને ઓર્ડર મળ્યા બાદ દવાની સપ્લાય લગભગ 14-18 કલાકની અંદર થાય છે.
જમ્મુ કાશ્મીરમાં દવાઓની અછત, 15થી 20 દિવસનો સ્ટોક - દાવાઓ
શ્રીનગર: જમ્મુ કાશમીર પ્રશાસનએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં 15થી 20 દિવસ માટે 376 અધિસૂચિત તથા 62 જરૂરીયાત દવાઓનો સ્ટોક જમા કર્યો છે. પ્રદેશ શાસને કહ્યું છે કે, કાશમીર ખીણમાં બે દિવસથી બેબી ફૂડની સમસ્યા હતી જેનું હવે નિરાકરણ કરવામાં આવ્યો છે.
ફાઇલ ફોટો
દવાઓ તથા બેબી ફૂડ પહોંચાડવા માટે જમ્મૂ તથા ચંદીગઢમાં ત્રણ ત્રણ વ્યક્તિઓને તૈનાત કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા કલમ 370 હટાવી દીધા બાદ રાજ્યમાં કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
Last Updated : Aug 25, 2019, 8:28 PM IST