ગુજરાત

gujarat

By

Published : Sep 4, 2019, 9:26 AM IST

ETV Bharat / bharat

હરિયાણા: નવો ટ્રાફિક નિયમ, 15 હજારની સ્કૂટીને 23 હજારનો દંડ

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્કૂટી સવાર પર ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે 23 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. મોટર વ્હિકલ સંશોધન એક્ટ 2019ના નિયમો લાગૂ થયા બાદ મોટી પેનલ્ટીને આ પહેલો મામલો છે. જે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો તેનું નામ દિનેશ મદાન છે. દિનેશનું કહેવું છે કે તેની સ્કૂટીની કિંમત જ 15 હજાર રૂપિયા છે. તેના ચલણની કોપી અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. તેના પર હેલમેટ ન પહેરવા, લાઇસન્સ, રજીસ્ટ્રેશન, થર્ડ પાર્ટી વીમો અને પ્રદૂષણ સર્ટિફિકેટ ન રાખવાના લીધે દંડ લગાવવામાં આવ્યો હતો.

haryana

23 હજારનો દંડ લાગ્યા બાદ સ્કૂટી ચાલકે કહ્યુ કે, તેની પર લાગેલ દંડ ઓછો કરવામાં આવે. તેના પ્રમાણે સ્કૂટીની કિંમત 15000 છે. મંગળવારે સ્કૂટી ચાલક દિનેશને પોલીસ ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરવાથી પકડી લીધો હતો. પૂછપરછ કરતા તેની પાસે ડ્રોક્યુંમેન્ટ ન હતાં. પોલીસે સ્કૂટીની ચાવી માંગી હતી, પરંતુ દિનેશને ના પાડતા પોલીસે તરત દંડ ફટકાર્યો હતો. દિનેશ મદાને કહ્યું કે, સ્કૂટીની કિંમત લગભગ 15,000 રુપિયા છે. દિનેશે કહ્યું કે વોટ્સએપ પર આર.સી બુકની કોપી મળી હતી, પરંતુ ત્યાં સુધીમાં પોલીસે દંડ ફટકારી દીધો હતો. પોલીસ થોડી રાહ જોતી તો દંડ ઓછો થઈ જાત. દિનેશ મદાને કહ્યું કે, હવેથી દસ્તાવેજ સાથે લઈને વાહન ચલાવીસ.

ABOUT THE AUTHOR

...view details