સહારનપુર (ઉત્તર પ્રદેશ) : પોલીસે લોકડાઉનમાં રમઝાન દરમિયાન મસ્જિદમાં નમાઝ અદા કરતા લોકોને પોલીસે પકડ્યા હતા. આ લોકો નમાઝ અદા કરવા મસ્જિદમાં ભેગા થયા હતા. નાગલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમાહી ગામની મસ્જિદમાં લોકો નમાઝ વાચી રહ્યા હતા. સૂચના બાદ નાગલ પોલીસે તેઓની ધરપકડ કરી.
સહારનપુરમાં મસ્જિદમાં એક સાથે નમાઝ અદા કરતા 15 લોકોની ધરપકડ - 15 sent to jail to do namaj
સહારનપુરમાં પોલીસે લોકડાઉનમાં રમઝાન દરમિયાન મસ્જિદમાં નમાઝ અદા કરતા લોકોને પોલીસે પકડ્યા હતા.
![સહારનપુરમાં મસ્જિદમાં એક સાથે નમાઝ અદા કરતા 15 લોકોની ધરપકડ સહારનપુર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7032306-thumbnail-3x2-vsdbv.jpg)
સહારનપુર
લોકડાઉનમાં પોલીસ પ્રશાસન અને ધાર્મિક ગુરુઓ દ્વારા ઘણી વાર સમજાવ્યા પછી પણ લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા અને સતત લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સહારનપુરના નાગલ ક્ષેત્રમાં આવ્યો છે. જ્યાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે કે જેઓ એક સાથે નમાઝ અદા કરી રહ્યા હતા.
આ ઉપરાંત પોલીસે આ લોકો સામે કલમ 188, 269, 270 નોંધી ગુનો દાખલ કર્યો છે.