નેપાળ આપાતકાલીન કાર્યસંચાલ કેન્દ્રના પ્રમુખ બેદ નિધી ખાનલે જણાવ્યું હતું કે, દેશભરમાં લગભગ 200થી વધારે સ્થાનોને ચોમાસા સાથે સંકળાયેલી આપત્તિઓને કારણે અતિસંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બચાવ દળ, રાહતકાર્યો તેમજ તપાસ અને બચાવ કામગીરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
હાલમાં નેપાળની રાજધાની કાઠમાંડુના કેટલાક ભાગો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.