ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારે ધુમ્મસના કારણે દિલ્હી જતી 15 ટ્રેન પ્રભાવિત - દિલ્હી આવતી 15 ટ્રેન મોડી

નવી દિલ્હી: દેશના ઉત્તરીય ભાગમાં તીવ્ર ધુમ્મસ છવાયેલો છે, ધુંધળા વાતાવરણના કારણે દિલ્હી આવતી ઘણી ટ્રેનો પ્રભાવિત થઇ છે. જેમાં આશરે દિલ્હી જતી 15 ટ્રેન સોમવારે મોડી પડી હતી.

train
train

By

Published : Jan 13, 2020, 1:06 PM IST

આજે દિલ્હી આવતી 15 ટ્રેન 2થી 5 કલાક મોડી ચાલી રહી છે. રેલ્વેના જણાવ્યા અનુસાર, મોટાભાગની ટ્રેન લાંબા અંતરની છે. હૈદરાબાદ-નવી દિલ્હી તેલંગાણા એક્સપ્રેસ સૌથી વધુ વિલંબ સાથે ચાલી રહી છે, આ ટ્રેન પાંચ કલાક મોડી છે.

માલદા-નવી દિલ્હી ફરક્કા એક્સપ્રેસ 2 કલાક, પુરી-નવી દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસ 3 કલાક, ગયા-નવી દિલ્હી મહાબોધિ એક્સપ્રેસ 3 કલાક 30 મિનિટ, ડિબ્રુગઢ-નવી દિલ્હી બ્રહ્મપુત્ર મેઇલ 3 કલાક 20 મિનિટ, રેવા-આનંદ વિહાર એક્સપ્રેસ 4 કલાક 15 મિનિટ, હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ 3 કલાક 30 મિનિટ, ચેન્નાઇ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ, સહરસા-અમૃતસર ગરીબ રથ 2 કલાક 30 મિનિટ અને ફૈઝાબાદ દિલ્હી ફૈઝાબાદ એક્સપ્રેસ 2 કલાક 15 મિનિટ મોડી ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details