ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં આજથી સરકારી કામકાજ શરૂ

શ્રીનગર: શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં રાજભવનના પ્રવક્તા તરફથી પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આજથી જમ્મુ કાશ્મીર સચિવાલય અને અન્ય કાર્યાલયોમાં શુક્રવારથી કામકાજનો પ્રારંભ થઈ જશે. રાજ્યપાલ સત્યાપાલ મલિકે ગુરુવારના રોજ સુરક્ષા સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

સત્યપાલ મલિક

By

Published : Aug 16, 2019, 8:34 AM IST

Updated : Aug 16, 2019, 10:14 AM IST

15મી ઓગસ્ટનો દિવસ જમ્મુ કાશ્મીર માટે આ વખતે વિશેષ રુપે ખાસ રહ્યો હતો. 370 અને 35 Aને હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરના બડગામ, પુલવામા, અવંતિપોરા, ત્રાલ, ગંદેરબલ, કુલગામ, બારામુલા, શોપિયાં, અનંતનાગ અને બાંદીપોરામાં શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી.

જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા બદલ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, સુરક્ષા દળોની કાર્યવાહી સામે આંતકવાદીઓએ પોતાની હાર સ્વીકરી લીધી છે.

કાશ્મીર ઘાટીમાં સ્વતંત્રતા દિવસનો ઉત્સવ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થવાની સાથે કોઈ અઘટિત ઘટના થવાના સમાચાર મળ્યા નથી. આ અંગેની જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રના મુખ્ય સચિવ રોહિત કંસલે ગુરુવારે આ જાણકારી આપી હતી. રોહિત કંસલે વધુમાં જણાવ્યું હતું કે, રાતના સમયનું પ્રથમ વિમાન 150 યાત્રિકોને લઈને રવાના થશે.

ગુરુવારથી જ શ્રીનગર વિમાન મથકથી રાતના સમયે જ ઉડ્ડયન સેવા શરુ થઈ ગઈ હતી. મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું હતું કે, શ્રીનગર પહેલાથી જ રાત્રિસેવા આપવાની ક્ષમતા ધરાવતું આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે અને ખુશીની વાત એ છે કે ગુરુવારથી જ આ સેવાની શરુઆત થઈ ગઈ છે.

જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરરજો હટાવ્યા બાદ આ પ્રથમ સ્વતંત્રતા દિવસ છે. સત્યપાલ મલિકે ગુરુવારે શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ધ્વજારોહણ પછી તેમણે અર્ધસૈનિક દળ અને જમ્મુ કાશ્મીર પોલીસની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં રાજ્યપાલે કાર્યક્રમને સંબોધન કર્યા પછી કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્ણય પછી લોકોએ પોતાની ઓળખને લઈને ચિંતા કરવાની જરુર નથી.

Last Updated : Aug 16, 2019, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details