ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશામાં કોવિડ-19ના 146 નવા કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 3 હજારને પાર

મંગળવારે ઓડિશામાં 146 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને વટાવી ગઈ છે.

કોવિડ-19
કોવિડ-19

By

Published : Jun 9, 2020, 5:20 PM IST

ભુવનેશ્વર: મંગળવારે ઓડિશામાં કોરોના વાઇરસના 146 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં આ રોગથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર થઇ ગઈ છે.

આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે, ઓડિશામાં સંક્રમણ લાગેલા કોવિડ-19ની કુલ સંખ્યા વધીને 3,140 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે 1,136 છે. જ્યારે 1,993 દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે સંક્રમિત મળી આવેલા અન્ય 2 દર્દીઓ અન્ય કારણોસર મૃત્યુ પામ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, 146 નવા કેસમાંથી 127 જુદા-જુદા ક્વોરેન્ટાઇન સેન્ટરોમાંથી આવ્યા છે. જ્યાં વિવિધ રાજ્યોથી પરત આવતા લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બાકીના 19 કેસ સંપર્ક ટ્રેસિંગ દરમિયાન મળી આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details