ગુજરાત

gujarat

By

Published : Mar 23, 2020, 5:46 PM IST

ETV Bharat / bharat

કોરોના વાઈરસની ગંભીરતા જોતાં સમગ્ર મહારાષ્ટ્રમાં કરફ્યૂ લદાયો

દેશભરમાં કોરોના વાઈસર વાયુ વેગે પ્રસરી લોકોને તેના ભરડામાં લઈ રહ્યો છે. કોરોના વાઈસરના ફેલાવાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ કરવા જણાવ્યું હતું. જોકે હવે સમગ્ર મહારાષ્ટ્રમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

144-applied-in-whole-maharashtra-due-to-corona-virus-effect
સમગ્ર મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ, કોરોના વાઈસરના ફેલાવાને ગંભીરતાથી લઈને કરાયો નિર્ણય...

મહારાષ્ટ્રઃ કોરોના વાઈરસના ફેલાવાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. જેના પગલે મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જોકે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાવચેતીના ભાગરૂપે સમગ્ર મહારાષ્ટ્રમાં હવે કરફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાઈસરને ગંભીરતાથી લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે સમગ્ર રાજ્યમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 89 દર્દી નોંધાયા છે અને 3 લોકોના મોત નિપજ્યા છે. આ વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details