ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કેજીએમયુ દ્વારા 865 કોરોના નમૂનાઓ તપાસવામાં આવ્યા હતા. જેમાં 14 નવા કોરોના દર્દીઓ બહાર આવ્યા છે. જેમાં 7 અલીગઢના, 4 આગ્રાના અને 3 લખનઉના સામેલ છે.
લખનઉમાં 3 પોઝિટિવ સેમ્પલોમાં 2 પુરૂષ 1 મહિલા છે, જે આગ્રામાંથી ભરતી થયા છે. જેમાં તમામ દર્દીઓ પુરૂષ છે અને અલીગઢના દર્દીઓમાં 5 પુરુષ અને 2 મહિલા છે. જેથી આ આખા વિસ્તારમાં રેડ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
જો કે, લખનઉના તમામ દર્દીઓ લેવલ 1 કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અન્ય તમામ કોરોના દર્દીઓને પણ સમાન લેવલ -1 કોવિડ -19 માં દાખલ કરવામાં આવી રહ્યા છે. તે બધાને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
UPમાં 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દર્દીઓની સંખ્યા 2342 પહોંચી આમ, 14 નવા દર્દીઓ નોંધાયા છે. જેની સાથે ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા હવે 2342 છે. રાજ્યભરમાં ક્વોરેન્ટેડ દર્દીઓની સંખ્યા 11769 છે.
આ સાથે રાજ્યભરમાં આઈલેશનમાં પર 1741 દર્દીઓ દાખલ થયા છે. તો 654 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે, ઉત્તર પ્રદેશમાં કોરોનાને કારણે 442 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.