આંધ્રપ્રદેશ: આંધપ્રદેશના ચિતૂર જિલ્લાના પુતલાપટ્ટ મંડળના બંદાપલ્લીની એક દૂધ ડેરીમાં ગુરૂવારે એમોનિયા ગેસ લીક થયો હતો. જેમાં આશરે 20 લોકો પ્રભાવિત થયા છે. ગેસ લિકેજ થતાં લોકો બેભાન થઈ ગયા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
ચિતૂર જિલ્લાના કલેક્ટર ડૉ. નારાયણ ભારત ગુપ્તાએ જણાવ્યું કે, પુટલાપટ્ટની પાસે હાટસન કંપનીની દૂધ પ્રોસેસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લિકેજ થયો હતો. જેમાં કામ કરતા 14 મજૂરોને ચિત્તૂરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.