ગુજરાત

gujarat

ETV Bharat / bharat

30 હેક્ટર જમીનમાં બનશે 1393 કરોડનું પૂર્વીય દિલ્હી હબ, જાણો કેવું હશે

નવી દિલ્હી: રાજધાનીમાં 30 હેક્ટર જમીનમાં પૂર્વીય દિલ્હી હબ બનશે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 1393 કરોડ રૂપિયા છે. આ ભારતમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટના (TOD) ધોરણોના આધારે વિકસિત થનારો દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે.

ETV BHARAT
30 હેક્ટર જમીનમાં બનશે 1393 કરોડનું પૂર્વીય દિલ્હી હબ, જાણો કેવું હશે

By

Published : Dec 27, 2019, 9:46 AM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પૂર્વ દિલ્હીના કડકડડૂમા વિસ્તારમાં બાંધવામાં આવી રહેલા પૂર્વ દિલ્હી હબનો શિલાન્યાસ કર્યો. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ (DDA) NBCCને કડકડડુમામાં 30 હેક્ટર જમીન પૂર્વ દિલ્હી હબનાના સંકલિત વિકાસ માટે સોંપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 1393 કરોડ રૂપિયા છે. આ ભારતમાં ઓરિએન્ટેડ ડેવલપમેન્ટના (TOD) ધોરણોના આધારે વિકસિત થનારો દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે.

અમિત શાહ

મિશ્ર ઉપયોગ પ્રોજેક્ટ:
આ TOD પ્રોજેક્ટ એક મિશ્ર ઉપયોદ માટે વિકાસ થશે, જેમાં 70 ટકા આવાસી, 20 ટકા વાણિજ્યક, 10 ટકા નાગરિક સુવિધાઓ માટે હશે. આ ઉપરાંત 15 ટકા વધારાના વિકાસ EWS માટે કરવામાં આવશે.

અમિત શાહ

નિર્ધારિત સમયે પૂર્ણ થશે પ્રોજેક્ટઃ
ઉદ્ધાટન કરવા સમયે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયે પૂર્ણ થશે. સામાન્ય વર્ગ માટે 4526 અને EWS માટે 2088 રહેણાંક એકમો બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 47 માળના 2 ઊંચા ટાવરને સમાવવામાં આવશે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 42 મહિનાના સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે. જ્યારે બીજો તબક્કો 60 મહિનાના સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પ્રોજેક્ટની છે ઘણી વિશેષતાઃ
આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમાં એક મધ્યમાં સ્થિત વિશાળ ગ્રીન લાઉન્જ કોમર્સીયલ ઇમારતોની સાથે મેટ્રો કનેક્ટિવિટી, કાર પાર્કિંગ, વિદ્યાલય, ડિસ્પેન્સરી અથવા ગ્રંથાલય, સાંસ્કૃતિક કેન્દ્ર, સામૂહિક હોલ વગેરે સુવિધા ઉપલબ્ધ બનશે.

ABOUT THE AUTHOR

...view details