ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાના મેડચલમાં 13 વર્ષીય કિશોરીના બાળલગ્ન, યુવકની ધરપકડ કરવાની માગ કરાઇ - Child crime in India

તેલંગાણાના મેડચલ જિલ્લામાં એક 13 વર્ષીય કિશોરીના 22 વર્ષીય યુવાન સાથે બાળલગ્નનો બનાવ સામે આવતા ચકચાર મચી છે.

તેલંગાણાના મેડચલમાં 13 વર્ષીય કિશોરીના બાળલગ્ન
તેલંગાણાના મેડચલમાં 13 વર્ષીય કિશોરીના બાળલગ્ન

By

Published : Jun 4, 2020, 7:34 PM IST

તેલંગાણા: બાલાનગર વિસ્તારના DCP પી વી પદ્મજાના જણાવ્યા મુજબ મેડચલ જિલ્લામાં એક 13 વર્ષીય કિશોરીના 22 વર્ષીય યુવાન સાથે બાળલગ્નનો બનાવ સામે આવ્યો છે.

બાળકોના હક માટે કામ કરતી અચ્યુતા રાવ નામની કાર્યકરે કિશોરની ધરપકડ કરવાની માગ કરી છે.

આ લગ્ન 1 જૂનના રોજ થયા હતા. મહિલાઓ અને બાળકોના હક માટે કામ કરતી સંસ્થા દ્વારા સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

“અમે સાયબરાબાદના કમિશનર અને બાલાનગર વિસ્તારના DCP પી વી પદ્મજા સાથે આ મુદ્દે વાત કરી છે. કિશોરી ફક્ત ૧૩ વર્ષની છે અને તેને પરણનાર યુવાન ૨૨ વર્ષનો છે. આ કિશોરી સાથે જે બન્યું છે તે એક ગુનો છે. અમે યુવાન અને તેના ઘરના સભ્યોની ધરપકડની માગ કરી છે.” એવું કાર્યકરે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details