ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેરઠમાં એક જ IMEI નંબર પર 13 હજારથી વધુ ફોન કાર્યરત ! - Latest merath news

મેરઠ જિલ્લામાં એક જ એએમઇઆઈ નંબરથી 13 હજારથી વધુ મોબાઇલ ફોન કાર્યરત હોવાનો મામલો સામે આવ્યો છે. સાયબર સેલની તપાસમાં પુરાવા મળતા મોબાઇલ કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મેરઠમાં એક જ IMEI નંબર પર 13 હજારથી વધુ ફોન કાર્યરત !
મેરઠમાં એક જ IMEI નંબર પર 13 હજારથી વધુ ફોન કાર્યરત !

By

Published : Jun 4, 2020, 10:33 PM IST

મેરઠ: એડીજી મેરઠ ઝોનમાં કાર્યરત સબ ઇન્સપેક્ટરનો મોબાઇલ ખરાબ થતા , કંપનીમાં તેમનો ફોન રિપેર માટે આપ્યો, ત્યારબાદ ફરી એકવાર ફોન ખરાબ થતા ત્યારે તેમને શંકા ગઈ, તેણે ઝોન ઓફિસમાં પોસ્ટ કરેલા સાયબર સેલને તેનો મોબાઈલ તપાસવા જણાવ્યું, જેમાં તેનો આઈએમઈઆઈ નંબર 13 હજારથી વધુ મોબાઇલ ફોનમાં મળી આવ્યો હતો.

આ બાબતનો ખ્યાલ આવ્યા બાદ એડીજી મેરઠ ઝોન રાજીવ સબરવાલે મેરઠ જિલ્લાના સાયબર સેલને તેની તપાસ કરવા અને સાચી માહિતી આપવા જણાવ્યું હતું. જિલ્લાના સાયબર સેલની તપાસમાં પણ તે જ આઇએમઇઆઈ નંબર 13 હજારથી વધુ મોબાઇલ ફોનમાં કાર્યરત છે.તેની પુષ્ટિ થઈ હતી.

આ ઘટના બાદ મોબાઇલ કંપની સામે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ મોબાઈલ કંપની ચીનની હોવાનું જાણવા મળ્યું છે. એડીજી મેરઠ ઝોન રાજીવ સબરવાલના કહેવા પ્રમાણે, આઇએમઇઆઈ નંબર કોઈપણ મોબાઇલ ફોનનો મહત્વપૂર્ણ ભાગ છે, આ નંબર ફક્ત એક જ મોબાઇલમાં હોઈ શકે છે, જો તે એક કરતા વધારેમાં હોય તો તે ટ્રાઇના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. જો તે ટેકનીકલ ભૂલ છે, તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, તે કેવી રીતે બન્યું તે અંગે કંપનીના અધિકારીઓને પણ પૂછવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details