ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન: લગ્ન સમારોહમાં 300 લોકોને ભેગા થવું ભારે પડ્યું, 13 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - gujrat in corona

કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શનને અવગણીને લગ્ન સમારોહમાં વધુ લોકોને એકઠા થવું જિલ્લા પ્રસાસન અને પરિવારને ભારે પડી ગયું છે. રાજસ્થાનના ભીલવાડામાં એક લગ્ન સમારોહમાં ગયેલા 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં વરરાજાના દાદાનું મોત થયું છે. લગ્ન પ્રસંગમાં આશરે 300 જેટલા લોકો ભેગા થયા હતા.

ભિલવાડા લગ્ન સમારોહમાં 300 લોકોને ભેગુ થવુ પડ્યુ ભારે, 13 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ
ભિલવાડા લગ્ન સમારોહમાં 300 લોકોને ભેગુ થવુ પડ્યુ ભારે, 13 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ

By

Published : Jun 27, 2020, 10:19 AM IST

ભિલવાડાઃ કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શનને અવગણીને લગ્ન સમારોહમાં વધુ લોકોને એકઠા થવું જિલ્લા પ્રસાસન અને પરિવારને ભારે પડી ગયું છે. રાજસ્થાનના ભીલવાડામાં એક લગ્ન સમારોહમાં ગયેલા 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં વરરાજાના દાદાનું મોત થયું છે. લગ્ન પ્રસંગમાં આશરે 300 જેટલા લોકો ભેગા થયા હતા.

ભિલવાડા લગ્ન સમારોહમાં 300 લોકોને ભેગુ થવુ પડ્યુ ભારે, 13 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ

વહીવટી અને તબીબી વિભાગ જિલ્લામાં કોરોનાના સંક્રમણની ચેઇનને દૂર કરવા પ્રયાસ કરે છે. એ સમયે, કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર લગ્ન સમારોહમાં વધુ લોકો એકઠા થવાને કારણે કોરોનાનું વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

ભીલવાડા શહેરમાં ગત 13 જૂને યોજાયેલા લગ્ન સમારોહમાં આશરે 300 લોકો ભેગા થયા હતા. જેમાંથી એક જ પરિવારના 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ લગ્ન સમારોહમાં ભાગ લેવા આવેલા તમામ લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.

વરરાજાના દાદાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનું અવસાન થયું છે. તબીબના માર્ગદર્શન મુજબ આજે શનિવારે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વરરાજાના દાદા ભિલવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હતા.

ABOUT THE AUTHOR

...view details