ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા - coronavirus news uttarpradesh

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર દહેશત મચાવી રહ્યો છે. વાઈરસન કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. એવામાં ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં કોરોનાના નવા 13 કેસ સામે આવ્યાં છે.

Etv bharat
coronavirus

By

Published : May 5, 2020, 5:59 PM IST

ઉત્તરપ્રદેશઃ રાજ્યના ગૌતમબદ્ધ નગરમાં કોરોના સંક્રમિતનો આંકડો 192 સુધી પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 13 કેસો સામે આવ્યાં છે. જિલ્લા પ્રશાસન દ્વારા 52 શંકાસ્પદ લોકોના ટેસ્ટ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 13 પોઝિટિવ કેસ નોંધાયા છે.

દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે. ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં નવા 13 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં 7 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની સારવાર દરમિયાન સાજા થયેલા આ 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી કુલ 109 લોકોએ કોરોના સામે જંગ લડી પોતાના ઘરે પરત ફર્યા છે.

જિલ્લા પ્રસાશનના જણાવ્યાનુંસાર ડિસ્ચાર્જ કરવામાં આવેલા 7 લોકોમાં 4 પુરુષ, 2 મહિલાઓ અને 1 બાળક સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details