જયપુરઃ રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના રેકોર્ડબ્રેક 1,264 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મોતના કારણે રાજસ્થાનમાં કોરોનાથી મરનારા લોકોની કુલ સંખ્યા 833 થઇ છે.
રાજસ્થાન કોરોના અપડેટઃ 24 કલાકમાં 1,264 કેસ પોઝિટિવ, 11 મોત - rajasthan latest news
રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના નવા 1,264 કેસ સામે આવ્યા છે. જ્યાર બાદ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 57,414 થઇ છે. આ ઉપરાંત રાજસ્થાનમાં કોરોનાને કારણે કુલ 833 લોકોએ જીવ ગુમાવ્યો છે.

24 કલાકમાં 1,264 કેસ પોઝિટિવ, 11 મોત
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે અજમેરમાં 80, અલવર 73, બારા 9, બાડમેર 32, ભરતપુર 50, ભીલવાડા 59, બીકાનેર 78, ચિત્તોડગઢ 40, ચૂરૂ 12, દૌસા 7, ઘોલપુર 19, શ્રીગંગાનગર 25, હનુમાનગઢ 21, જયપુર 157, ઝાલાવાડ 23, જોધપુર 133, કરૌલી 21, કોટા 200, નાગૌર 8, પાલી 34, પ્રતાપગઢ 4, રાજસંમદ 20, સવાઈ માધોપુર 1, સીકર 91 અને ઉદયપુરમાં કોરોનાના 53 પોઝિટિવ કેસ નોંધાયા છે.