ભારતે વર્ષ 2006માં પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન નેપાળ અને શ્રીલંકાના કેટલાક નાગરિકો સહિત આશરે 2300 લોકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવ્યા હતા. હકીકતમાં આ લોકો ઈઝરાયલ-લેબનાન સંઘર્ષમાં ફંસાઈ ગયા હતા. એક નવા પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ કેબિનેટ સચિવ બીકે ચતુર્વેદીએ પોતાની પુસ્તક 'ચેલેન્જેજ ઑફ ગર્વર્નેસઃ એન ઈનસાઈડ વ્યૂ'માં શાસન, ગઠબંધન રાજનીતિ અને આપાત સ્થિતિમાં નિવારવાના મુદ્દા અને 13 વર્ષ પહેલા યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં ભારતીય નાગરિકોને સુરક્ષિત પાછા લાવવાના મુદ્દાઓનો અનુભવ રજૂ કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે લેબનાન-ઈઝરાયલના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સહયોગ આપવો એ એક બચાવ અભિયાન હતુ. તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો કે તે સમયે લેબનાનમાં 12,000 ભારતીય હાજર હતા. ચતુર્વેદી તે વખતે આ ઘટનાક્રમોની નવી દિલ્હીથી દેખરેખ રાખતા હતા. તેમણે પુસ્તકમાં કહ્યું કે ત્યાં રોડ પર ખૂબ જ ખતરો હતો. તેથી સરાકરે આ લોકોને સાઈપ્રસમાં એક બંધરગાહ સુધી લાવવા માટે સમુદ્રનો માર્ગ પસંદ કર્યો હતો, જ્યાંથી તેમને એયર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લવાયા હતા.
નોંધનીય છે કે ઈઝરાયલમાં તે સમયે લેબનાનની ટુકડીઓ પર બોમ્બ-ધડાકા શરૂ કરી દીધા હતા. વધતી મુશ્કેલીઓ વચ્ચે લેબનાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના સ્ટાફના પરિવારને ત્યાંથી કાઢ્યા હતા. ત્યાં સુધી વાતાવરણ તંગ થઈ ગયુ હતુ. આમાં સીરિયાએ ભારતને સહયોગ આપ્યો અને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. પરિવાર ત્યાં રોડ થકી સીરિયાની રાજધાની દમિશ્ક પહોંચ્યો હતો. આ સમયે 12,000 ભારતીયો ત્યાં વસતા હતા તે ખૂબ મોટી મુશ્કેલી હતી અને તેમાં કેટલાયનો જીવ જોખમમાં હતો. ત્યાં કેટલાય દક્ષિણ એશિયાઈ દેશો, અમેરિકા અને યૂરોપના લોકો રહેતા હતા. તે કોઈ પણ ભોગે ત્યાંથી નીકળવા માંગતા હતા.
ચતુર્વેદીએ રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત કરેલી આ પુસ્તકમાં કહ્યું છે કે, 18 જૂલાઈ 2006એ વિદેશ સચિવ અને ચીફ ઑફ નેવલ સ્ટાફ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા દરમિયાન તે લોકોને જાણકારી આપવામાં આવી હતી. તેમને જણાવાયુ હતુ કે ભૂમધ્ય સાગરમાં કેટલાય ભારતીય જહાજ હાજર છે અને તે પરત ફરી રહ્યાં છે, ઉપરાંત તેનો ઉપયોગ લેબનાનથી ભારતીય નાગરિકોને કાઢવામાં થઈ શકે છે. આ દરમિયાન કેટલીય સમસ્યાઓ સામે આવી શકે તેમ હતુ. તે માટે ભારતે તૈયાર રહેવાનું હતુ. સમુદ્રમાં જહાજોના ઉતરતા જ મહત્વના નિર્ણય લેવાના હતા. અવર-જવર એક તરફ હતી, જહાજોના આવવા-જવા પર મિશ્રના બંદરગાહ દેખરેખ રાખીતા હતા. નહેરની પહોળાઈ પણ ઓછી હતી. જેમાં કોઈ પણ જહાજ પોતાનો રસ્તો બદલી શકે તેમ નહોતુ.
તેમણે ઉલ્લેખ કર્યો છે કે, 'અમારા જહાજ માનવીય સહાયતા અભિયાનમાં શામેલ થવા જઈ રહ્યાં છે અને અમે એ વાતને લઈ ચિંતિત હતા કે ઈઝરાયલ અને લેબનાન વચ્ચે બંને તરફથી થનારી અથડામણમાં લોકો ફસાઈ શકે તેમ હતુ' તે માટે સાઈપ્રસના અધિકારીઓ સાથે સમન્વયની જરૂરત હતી. સાઈપ્રસમાં અમારા ઉચ્ચાયુક્ત અને લેબનાનમાં અમારા રાજદૂત સ્થાનીય અધિકારીઓ તથા ઈજરાયલ સરકાર વચ્ચે સંપર્ક રાખવાની જરૂરીયાત હતી.
તેમણે પુસ્તકમાં લખ્યુ છે કે, 'આ માટે અમારે તાલમેલ રાખવાની જરૂરિયાત હતી. જેથી હિજબુલ્લા અને ઈજરાયલને ત્યાંથી નાગરિકોને બહાર લાવવાની પ્રક્રિયા દરમિયાન અસ્થાયી રૂપે રોકી શકાય' આ અંગે તત્કાલિન વડાપ્રધાનને પણ જાણકારી આપવામાં આવી હતી.
તેમણે પુસ્તકમાં કહ્યું કે, 'અમારી તૈયારીઓ રંગ લાવી અને લોકોને ત્યાંથી બહાર લાવવાની પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થઈ. તેની પ્રવાસી ભારતીયો અને પાડોશી દેશ નેપાળ અને શ્રીલંકાએ પણ પ્રશંસા કરી હતી, આ દેશોના નાગરિકો પણ એયર ઈન્ડિયા મારફતે પરત આવ્યા હતા. આશરે 2300 લોકોને પાછા લાવવામાં આવ્યા હતાા. આ એ વાતનો સંકેત છે કે આપાત સ્થિતિમાં આપણી વ્યવસ્થા કેટલી પ્રભાવી છે.'