ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીઃ પશ્ચિમ વિહાર દુષ્કર્મ કેસમાં દિલ્હી મહિલા આયોગે DCPને સમન્સ જારી કર્યું

નવી દિલ્હીના પશ્ચિમ વિહારમાં 12 વર્ષીય કિશોરીના દુષ્કર્મ અંગેના સમગ્ર મામલે દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ બાદ હવે ડીસીપી પાસે જવાબ માંગ્યો છે.

delhi news
delhi news

By

Published : Aug 6, 2020, 5:50 PM IST

નવી દિલ્હીઃ નવી દિલ્હીના પશ્ચિમ વિહારમાં 12 વર્ષીય કિશોરીના દુષ્કર્મ અંગેના સમગ્ર મામલે દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ બાદ હવે ડીસીપી પાસે જવાબ માંગ્યો છે.

પશ્ચિમ વિહાર દુષ્કર્મ કેસમાં દિલ્હી મહિલા આયોગે DCPને સમન્સ જારી કર્યું

આ મામલો વધારે ગંભીર થઈ રહ્યો છે. દિલ્હી મહિલા આયોગે આ મામલે મહત્વની ભૂમિકા ભજવી છે. આયોગના અધ્યક્ષે એઈમ્સ હોસ્પિટલ પહોંચીને કિશોરી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અધ્યક્ષે ડૉક્ટર સાથે પણ મુલાકાત કરી હતી.

આ પહેલા દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ મોકલી હતી. 8 જુલાઈએ આપવામાં આવેલી નોટિસમાં સંપૂર્ણ જાણકારી માંગી હતી કે, કેવી રીતે નરાધમોએ કિશોરીના ઘરમાં જઈને ઘટનાને અંજામ આપ્યો હતો. અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેવા પ્રશ્નો આ નોટિસમાં પૂછવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details